R P VASANI Foundation

Scholarship (2024-25)

FORM IS NOW CLOSED

Scholarship (2)
2024-25

Form is now closed. Please check the update portal for the merit list and stay updated.

સુચના

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ONLINE અરજી પત્રકો ભરવાની છેલ્લી તારીખ ૩૦મી ઓગષ્ટ છે. ભરેલા અરજી પત્રકો પ્રિન્ટ કાઢી સહી સિક્કા કરાવી  પત્રક નંબર-૪ માં દર્શાવેલ સરનામે મળે તે રીતે ભરીને તારીખ ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં બિનચુક મોકલવાના રહેશે.

(એ) અરજી પત્રક

1. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેનું અરજી પત્રક નં.-૧

2. શિષ્યવૃતી યોજના હેઠળની રકમનો ચેક મળ્યા બદલની એડવાન્સ પહોંચ પત્રક નં. ૨ (વિદ્યાર્થીના ફોટા સાથે જરૂરી વિગત ભરીને) પત્રક નં. ૧ સાથે મોકલવી ફરજીયાત છે.

3. આ મંડળના ટ્રસ્ટીઓ તથા ભલામણ કમીટીનાં સભ્યશ્રીઓના નામ, તથા સરનામાની વિગત પત્રક નં. ૩ (આ પત્રક અરજદારે પોતાની પાસે જ રાખવા માટે છે.)

4. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેની “જાહેર ખબર” પત્રક નંબર-૪

5. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેની અરજી મંજુર/નામંજુર કરેલ છે તેની જાણ વિદ્યાર્થીના ફોન નંબર  પર મેસેજ  અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

(બી) અરજીપત્રક પુરી વિગતો સાથે અમદાવાદ પરત મોકલવા અંગે

શિષ્યવૃતી યોજના માટેના પત્રકો મોકલવાની સૂચના:

ઉપર (એ) માં જણાવ્યા પ્રમાણેના પત્રકો પૈકી સૌ પ્રથમ નીચે જણાવ્યા મુજબના પત્રકો તથા લાગુ પડતા જરૂરી આધારોની પ્રમાણીત કરેલ નકલ. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં પત્રક નંબર-૪ માં દર્શાવેલ સરનામે મળે તે રીતે ભરીને બિનચુક મોકલવાના રહેશે.

1. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેનું અસલ અરજી પત્રક નંબર-૧ તથા પત્રક નંબર-૨.

2. ડિગ્રી કે અન્ય “નિયત કરેલ અભ્યાસક્રમો” માટે ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષાના ગુણપત્રકની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧

3. ડિગ્રી કે અન્ય “નિયત કરેલ અભ્યાસક્રમો” માટે છેલ્લે આપેલ વાર્ષિક/સેમેસ્ટર પરીક્ષાની ગુણપત્રકની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧

4. ધોરણ-૧૨માં “શાળા છોડ્યાનું પ્રમાણપત્ર” (સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ)ની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧

5. વિદ્યાર્થી ભાઈ/બહેનના પિતા/વાલીને સને ૨૦૨૩-૨૦૨૪ના વર્ષની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર નીચે જણાવ્યા પ્રમાણેના કોઈપણ એક વ્યક્તિ-અધિકારી પાસેથી મેળવી તે પ્રમાણપત્રની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧ મોકલવી જરૂરી છે:
– પિતા-વાલી નોકરી કરતા હોય તો તેના માલિક/અધિકારીશ્રીનું,
– મામલતદારશ્રીનું,
– જે તે ગામના સરપંચનું,
– કોર્પોરેટરશ્રીનું,
– ધારાસભ્યશ્રીનું,
– સાંસદશ્રીનું.

6. કોલેજમાં ચાલુ વર્ષે પ્રવેશ મળેલ હોય તો કોલેજ ની ફી ભર્યા ની રસીદ, અરજી પત્રક નંબર-૧ તથા પત્રક નંબર-૨ અને જરૂરી આધારો સાથે નિયત સમય મર્યાદામાં આ મંડળને ઉપરોક્ત જણાવેલ સરનામે મોકલવાનું રહેશે.

(સી) કોણ અરજી કરી શકશે (વિધાર્થી ભાઈ કે બહેન) તેની વિગત
Table
(સી) આર્થિક રીતે નબળા અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી શૈક્ષણિક પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજના હેઠળની રકમ મેળવવા માટેના અભ્યાસક્રમો તેમજ અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધો.૧૨નાં વાર્ષિક પરિક્ષાના પરિણામની ટકાવારી તેમજ કોણ અરજી કરી શકશે (વિધાર્થી ભાઈ કે બહેન) તેની વિગત
ક્રમ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે અભ્યાસ ક્રમોનાં નામ અરજી કરવા માટે ઓછામાં ઓછા મેળવેલ હોવા જરૂરી પરીક્ષાના પરિણામના ટકા છેલ્લી વાર્ષિક કે સેમેસ્ટર પરીક્ષામાં ઓછામાં ઓછા મેળવેલ હોવા જરૂરી પરીણામના ટકા કોણ અરજી કરી શકેે
1. એમ.બી.બી.એસ., બી.ડી.એસ., બી.ઈ., બી.ટેક. પેરા મેડીકલ ધો. ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષાની માર્કશીટ પ્રમાણે ૭૫% કે (A2ગ્રેડ) તેથી વધુ મેરીટ માર્કસના આધારે છેલ્લી વાર્ષિક કે સેમેન્ટર પરીક્ષામાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ. વિદ્યાર્થી ભાઈ કે બહેન અરજી કરી શકશે.
2. સી.એ., સી.એસ. ધો. ૧૨ વાર્ષિક પરીક્ષામાં (ગુણ) ૭૫% કે (A2ગ્રેડ) તેથી વધુ ગુણ મેળવેલ. છેલ્લી વાર્ષિક કે સેમેસ્ટર પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ. વિદ્યાર્થી ભાઈ કે બહેન અરજી કરી શકશે.
3. બી ફાર્મ, નર્સિંગ ધો. ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષાની માર્કશીટ પ્રમાણે ૭૫% કે (A2ગ્રેડ) તેથી વધુ મેરીટ માર્કના આધારે છેલ્લી વાર્ષિક કે સેમેસ્ટર પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ. ફક્ત વિદ્યાર્થીની બહેનો જ અરજી કરી શકશે.
કોણ શિષ્યવૃતિ મેળવવા માટે અરજી કરી શકે ?

અમરેલી જીલ્લામાં રહેતા કે અમરેલી જીલ્લાનાં મુળ વતની, જે હાલ અમદાવાદ જીલ્લામાં રહેતા લેઉઆ પટેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોને સમગ્ર ગુજરાતની કોઈપણ માન્ય કોલેજમાં ઉચ્ચ અભ્યાસક્રમો માટે શિષ્યવૃતી યોજના હેઠળ રકમ આપવામાં આવશે.

શિષ્યવૃતી માટે અરજીઓ કેવી રીતે ભરવી?

https://scholarship.vasanigroup.co.in 

ઉમેદવારોએ ઉપર જણાવેલી લિન્ક પર નીચે જણાવ્યા મુજબ ફોર્મ ભરી શકાશે. 

૧. Apply Now પર Click કરવું 

૨. સ્કૉલરશિપ માટેના નિયમો તથા જરૂરી સૂચના ઑ વાંચી Next Button પર Click  કરવું 

૩. Apply For Scholarship પર Click કરવું 

૪. ફોર્મ માં દર્શાવ્યા મુજબ ની જરૂરી વિગતો ભરવી, અને Document Upload કરતી વખતે સાચા છે કે નહીં તે verify કરી લેવા.   

૫. ફોર્મ Submit કરતા સમયે વિદ્યાર્થી એ  Email id  અને Phone no પોતાનો નાખી otp verify કર્યા પછી જ submit બટન પર click કરવું, પિતા કે માતા અથવા જો માતા-પિતા હયાત ન હોય તો વાલી નો Phone No આપવો અનિવાર્ય છે.

૬. Submit કર્યા પછી  વિદ્યાર્થી એ confirm કરેલ Email id માં Inbox અથવા spam Folder પર check કરવું. 

૭. તેમાં RP VASANI FOUNDATION તરફ થી આવેલા મેઇલ પરથી ફોર્મ નંબર અને ફોર્મ મેળવી લેવું. 

૮. ત્યારબાદ ફોર્મ પ્રિન્ટ કરી જણાવ્યા પ્રમાણેના પત્રકો  લાગુ પડતા જરૂરી આધારોની પ્રમાણીત કરેલ નકલ. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં પત્રક નંબર-૪ માં દર્શાવેલ સરનામે મળે તે રીતે ભરીને બિનચુક મોકલવાના રહેશે.

૯. ફોર્મનું verification  થયા બાદ  https://scholarship.vasanigroup.co.in/update પર મેરીટ લિસ્ટ માટે ચેક કરતું રહેવું. 

 મર્યાદિત સંખ્યામાં શિષ્યવૃતી ઉપલબ્ધ છે, તેથી મેરિટના આધારે શિષ્યવૃતી આપવામાં આવશે.

ક્યા વિદ્યાર્થી ભાઈ બહેનો શિષ્યવૃતી મેળવવા પાત્ર છે?

આર્થિક રીતે નબળાં અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ પટેલવાડી બાપુનગર કે અન્ય ટ્રસ્ટના બાળકોના વિધવા સહાય ન મેળવી હોઇ તેમજ કમાનાર પિતા કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હોય અને ધો-૧૨ સાયન્સ તથા કોમર્સમાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે શિષ્યવૃતી આપવામાં આવશે

અરજી માટેના ફોર્મમાં શું ધ્યાન રાખવું?

દર વર્ષે નવા કોરા અરજી પત્રક સેટ પ્રીન્ટ કરીને જ અરજી કરવી પડશે. ગત વર્ષના ફોર્મને માન્ય નહીં ગણવામાં આવશે.

શિષ્યવૃતી માટેના ફોર્મમાં શું વિષયોએ ધ્યાન રાખવું જોઈએ?

નિયત કરેલા અભ્યાસક્રમ સિવાયના, અધુરી વિગતોવાળા અથવા મુદત બહાર આવેલ ફોર્મ શિષ્યવૃતી માટે રદ કરવામાં આવશે.

Loading Successfully